સોમવાર, 22 જુલાઈ, 2013

સુવિચાર




ENJOY LIFE...........................................................

ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા

ગુરૂપૂર્ણિમા, મહર્ષિ વેદવ્યાસનો જન્મદિન

હિન્દુ ધર્મમાં હંમેશા ગુરૂને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે, પોતાના શિષ્યોને નવજીવન પ્રદાન કરે છે તેને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરૂના મહાત્મ્યને સમજવા માટે જ દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે. આવખતે ગુરૂ પૂર્ણિમાનું પર્વ 3 જુલાઈ, મંગળવારના છે. ગુરૂ શબ્દમાં જ ગુરૂની મહિમાનું વર્ણન છે. ‘ગુ’ નો અર્થ છે પ્રકાશની તરફલઈ જનાર એટલે કે ગુરૂ શિષ્યને જીવનમાં સફળતા માટે યોગ્ય માર્ગદર્શનકરાવે છે. કયા ઋષિના જન્મદિને મનાવાય છે ગુરૂપૂર્ણિમા? આ ગુરૂપુર્ણિમા દરવર્ષે આવે તો છે પણ આપણે એ જાણવું જરૂરી છે કે ક્યા ગુરૂના જન્મદિન પર મનાવાય છે ગુરૂપૂર્ણિમા. જેના માટે એમ કહેવાય છેકેઃ ‘વ્યસોચ્છિષ્ઠમ્ જગત સર્વમ્।’ અર્થાત આ જગતમાં જે કંઈ કહેવાયેલું છે તે વ્યાસ દ્વારા કહેવાયેલું છે. એવા કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસનો જન્મદિવસ છે પોતે જ આ વાત કહે છે, વાંચો નીચે…. મહર્ષિ વેદવ્યાસે ભવિષ્ય પુરાણમાં ગુરૂ પૂર્ણિમા વિશે લખ્યું છે તે અનુસાર –
 मम जन्मदिने सम्यक् पूजनीय: प्रयत्नत:।
आषाढ़ शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।।
पूजनीयो विशेषण वस्त्राभरणधेनुभि:।
 फलपुष्पादिना सम्यगरत्नकांचन भोजनै:।।
 दक्षिणाभि: सुपुष्टाभिर्मत्स्वरूप प्रपूजयेत।
एवं कृते त्वया विप्र मत्स्वरूपस्य दर्शनम्।।

અર્થાત – અષાઢ સુદ પૂનમના મારો જન્મદિવસ છે. તેને ગુરૂ પૂર્ણિમા કહે છે. આ દિવસે પૂરી શ્રદ્ધાની સાથે ગુરૂને સુંદર વસ્ત્ર, આભૂષણ, ગાય, ફળ, પુષ્પ, રત્ન, સુવર્ણમુદ્રા વગેરે સમર્પિત કરો તેનું પૂજન કરવું જોઈએ. એવું કરવાથી ગુરૂદેવમાં મારા જ સ્વરૂપનું દર્શન થાય 

HAPPY GURU PURNIMA

બધાજ વિર્ધાર્થીઓ ને ગુરુ પૂર્ણિમા નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છા

બુધવાર, 17 જુલાઈ, 2013

સુવિચાર


મિત્રો આ સુવિચાર પર ટીપ્પણીઓ આપો

GOOD NEWS

વિદ્યાર્થી મિત્રો,૧૨/૦૭/૨૦૧૩ ના રોજ મેં M.PHIL.ની ડીગ્રી મેળવી છે.